100+ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ ક્વોટસ (Death Shradhanjali Message in Gujarati)

નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ Gujarati-English માં સ્વાગત છે. આજની “100+ Best શ્રદ્ધાંજલિ મેસેજ અને ક્વોટસ (Shradhanjali Message in Gujarati)” પોસ્ટ માં આપણે શ્રદ્ધાંજલિ વિષે ના થોડા વાક્યો અને કવોટ જોશું. આમ તો આ સમય કોઈ પણ માટે ખુબ કઠિન માનવામાં આવે છે, કારણકે આવા વાક્યો મુકવાની જરૂર ત્યારે જ પડે જયારે કોઈક અંગત આપણને છોડીને જતું રહ્યું હોય.

જેમકે તમને ખબર છે કે હાલ કોઈ પણ માહિતી કે કન્ટેન્ટ ગુજરાતી ભાષા માં ઈન્ટરનેટ પર હજુ વધુ પ્રમાણ માં ઉપલબ્ધ નથી, જેટલી માહિતી હિન્દી કે ઇંગલિશ ભાષા માં ઉપલબ્ધ છે. તમે આ આર્ટિકલ વિષે કોઈ પણ અભિપ્રાય આપવા માંગતા હોય અથવા તમારી પાસે શ્રદ્ધાંજલિ વિષે કોઈ સારો ક્વોટ કે લાઇન્સ હોય તો નીચે કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો. અમે અમારા બ્લોગ માં જરૂર થી પબ્લિશ કરીશું.

Must Read- 2022 Latest Good Morning Suvichar Gujarati, Text SMS (ગુડ મોર્નિંગ સુવિચાર)

100+ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ સ્ટેટસ- ગુજરાતી શોક સંદેશ (Shradhanjali Message in Gujarati Status)

નીચે તમને શ્રદ્ધાંજલિ ના થોડા મેસેજ કે લાઇન્સ જોવા મળી જશે, તમે આ લાઈન નો કોપી કરી અને કોઈ પણ જગ્યાએ સોશ્યિલ મીડિયા પ્લેટફોર્મ કે વાહટસએપ માં આસાની થી ઉપીયોગ કરી શકો છો.

શ્રદ્ધાંજલિ મેસેજ- shradhanjali message in gujarati
શ્રદ્ધાંજલિ મેસેજ- shradhanjali message in gujarati

🌹🌹 અનંતકૌટી બ્રહ્માંડ ના અધિપતિ પૂર્ણપુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણ અક્ષરધામ માં તેમના દિવંઞત આત્માને ચિર શાંન્તિ આપે અને શ્રીરામ શ્યામ ઘનશ્યામ નિજ ચરણ નું સુખ આપે તેવી પરમકૃપાળુ ભગવાન સ્વામિનારાયણ ના ચરણ મા અંતઃકરણપૂર્વક ની પ્રાર્થના…. 🌹🌹
પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે
એજ પ્રાર્થના…
🙏ૐ શાંતિ શાંતિ શાંતિ🙏 જય સ્વામિનારાયણ. 🙏

જીવન એવું જીવી ગયા કે સૌના હૃદયમાં વાસી ગયા.
આપનો નિખાલસ અને સરળ સ્વભાવ હંમેશા માર્ગદર્શી રૂપે સાથે રહેશે.
🙏 🌹 પરમ કૃપાળુ આપણી દિવ્ય આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના.
🙏 🌹

નથી હયાત પણ, સાથે છો તમે એમ લાગ્યા કરે છે.
હાર પાલ તમારા હોવાનો આભાસ થયા કરે છે.
પણ યાદો માં તો સતત તમારા દર્શન થયા કરે છે.
🙏 🌹 ભગવાન તમારી આત્મા ને શાંતિ આપે.
🙏 🌹

🙏🌹પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષગતિ પ્રદાન કરે અને આપના પરીવાર પર આવી પડેલા આવા અણધાયાઁ દુ:ખ ને સહન કરવાની પ્રભુ આપને શક્તિ આપે. 🙏🌹
મારા શુધ્ધ હૃદયથી પ્રભુના ચરણોમાં પ્રાથઁના🙏🙏🙏

મનુષ્યનું જીવન મળવું એ ભાગ્ય ની વાત છે. મુત્યુ થવું એ સમયની વાત છે.
પરંતુ મૃત્યુ પછી પણ મનુષ્યનાં હદયમાં જીવીત રહેવું,
એ જીંદગીમાં કરેલા કર્મોની વાત છે.
તમે અમારા હદયમાં રમૃતિરૂપે કાયમ જીવીત છો.
🙏 🌹 દેવાધી દેવ મહાદેવ આપના દિવ્ય આત્માને શાંતિ અર્પે એજ પ્રાર્થના…
🙏 🌹

ૐ શાંતિ
શ્રી હરી ના ચરણો મા પ્રાર્થના
મુક્ત આત્મા ને અક્ષરધામ નુ સુખ આપે
સદા તેમના ચરણોમાં વાસ આપે
🙏જય સ્વામિ નારાયણ 🙏
🙏ૐ શાંતિ શાંતી🙏

શ્રદ્ધાંજલિ quotes in gujarati text
શ્રદ્ધાંજલિ quotes in gujarati text

🙏 🌹 ભગવાન શ્રી સ્વામિનારાયણ સદ્દગતનાના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ આપે તેજ પ્રાર્થના 🙏 🌹

છોડી સૌ સ્વજનનો સાથ, જય વસ્યા પ્રભુ ની સંગાથ.
આપણી અંધારી વિધાય થી અહીં સૌ શોક ની લાગણી અનુભવે છે.
🙏 🌹 પ્રભુ આપણા દિવ્ય આત્માને સદેવ શાંતિ અર્પે તેજ પ્રાર્થના.
🙏 🌹

દેશ માટે બલિદાન આપનાર આ વીર જવાનના આપણે સૌ હંમેશા ઋણી રહીશું.
પરમ કૃપાળુ પરમેશ્વર એમના દિવ્ય આત્માને શાશ્વત શાંતિ અને પરિજનોને શક્તિ અર્પે એવી અંતર મનથી પ્રાર્થના કરું છું… 🙏

સર્વશક્તિમાનને મારી પ્રાર્થના છે.
ભગવાન સમગ્ર પરિવારને અસહ્ય ખોટ સહન કરવાની શક્તિ આપે.
અને દિવંગત પૂજનીય આત્માને તેમના ચરણારવિંદમાં સ્થાન આપે.
🙏 🌹 શાંતિ શાંતિ શાંતિ
🙏 🌹

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ ગુજરાતી શબ્દોમાં (Shradhanjali in Gujarati- Pratham Varshik Shradhanjali in Gujarati)

આ સમાચાર સાંભળીને ખરેખર આઘાત લાગ્યો.
મારા આંસુ અટકતા નથી.
ભગવાન એમની દિવ્ય આત્મા ને શાંતિ આપે.
🙏 🌹 અમારી પ્રાર્થનાઓ તમારી સાથે છે.
🙏 🌹

વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ
વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

આપની હસ્તી મુખ મુદ્રા હંમેશા યાદ રહેશે,
આપના ઉચ્ચ આદર્શ હંમેશા સુવાસિત રહેશે.
અમર આપણી મધુર સ્મૃતિઓ રહેશે,
ને પ્રેરણારૂપ આપની સાવરણી રહેશે.
🙏 🌹 અશ્રુભીની આંખે આપને આંતરથી શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ.
🙏 🌹

🌹🙏પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્મા ને ચિર શાંતિ અને મોક્ષગતિ પ્રદાન કરે અને અશ્રરધામ મા વાસ કરાવે અનેક આપના પરીવાર પર આવી પડેલા આવા અણધાયાઁ દુઃખ ને સહન કરવાની પ્રભુ આપને તેમજ આપના પરીવાર ને શક્તિ આપે પ્રભુના ચરણોમાં પ્રાથઁના
🌹🙏ૐ શાંતિ: 🙏 🌹
🌹 જય શ્રી સ્વામિનારાયણ🌹

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ
પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ મેસેજ

May the most merciful God give peace to his divine soul that is the prayer… Om Shanti…

આવી દિવંગત આત્માને પરમાત્મા શાંતિ પ્રદાન કરે.
🙏 🌹 ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ.
🙏 🌹

નથી હયાત તમે પણ સાથે હોય તેવું લાગ્યા કરે છે,
હર પળ હાજરી નો આભાસ લાગ્યા કરે છે.
ક્યારેક કહેવાયેલી વાતો ના ભણકારા વાગ્યા કરે છે.
યાદો માં હંમેશા તમારા પ્રત્યક્ષ દર્શન થયા કરે છે.
🙏 🌹 તેવી દિવ્ય આત્માને ભાવ પૂર્વક શ્રદ્ધાંજલિ
🙏 🌹

પરમકૃપાળુ પરમાત્મા દિવ્ય આત્મા ને શાંતિ અને મૌક્ષ ગતિ આપે તેવી ભગવાન શ્રી દ્વારકાધીશ ને લાખ લાખ વંદન 🙏 સાથે પ્રાર્થના કરી રહ્યો છું….🙏

ઓમ શાંતિ ગુજરાતી- om shanti in gujarati
ઓમ શાંતિ ગુજરાતી- om shanti in gujarati

પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે,
તેમજ તેમના પરિવાર ને આ દુઃખ ની ઘડી પસાર કરવામાં મદદ કરે.
તેવી પ્રાર્થના !! ભાવભીની શ્રદ્ધાંજલિ !!

માણસ આપણને છોડી ને જઈ શકે છે,
પણ તેમની કેટલીક યાદ અમર થઇ જતી હોય છે.
ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે.
🙏 🌹 ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ
🙏 🌹

છાને ખૂણે રડી લઈશું, આવશે ઘણી યાદ તમારી.
જ્યાં કુદરત અમારી રૂઠે, ત્યાં કોને કરવી ફરિયાદ.
મન હજુ માનતું નથી કે, તમે અમારી વચ્ચે નથી.
ભગવાન તમારી આત્માને શાંતિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

shradhanjali in gujarati- વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ
shradhanjali in gujarati- વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

તમે તમારો માર્ગ એ રીતે બદલી નાખ્યો કે સમજી ના શક્યા,
તમે સાથ છોડી ને તો જતા રહ્યા, પણ દિલ માં તમારી યાદો હંમેશા સચવાઈ રહેશે.
🙏 🌹 તમારી આત્મા ને શાંતિ મળે.
🙏 🌹

તારાઓના ઘરમાંથી એક સૂરજ ઉગ્યો હતો!
આંખ આશ્ચર્યચકિત છે કે આજ તે અચાનક અસ્ત થઇ ગયો.
ભગવન તેમની આત્માને શાંતિ આપે.

આ વિશ્વ પ્રકૃતિના નિયમોને આધીન છે
અને પરિવર્તન એક નિયમ છે
શરીર માત્ર એક સાધન છે
🙏 🌹 દુઃખ ના આ સમયમાં અમે બધા તમારી સાથે છીએ.
🙏 🌹

Death Shradhanjali Message in Gujarati. Text for Mother and Father

આ હિજરત દુનિયાની બહાર છે,
જે ગયા તે પાછા આવતા નથી.
પણ તેની થોડી યાદો આપણા દિલ માં છોડતા જાય છે.
🙏 🌹 ભગવાન તમારી દિવ્ય આત્મા ને શાંતિ આપે.
🙏 🌹

તમારી ખોટ માટે હું દિલગીર છું
પરંતુ તેમનો પ્રેમ હંમેશા મારી યાદોમાં રહેશે.
🙏 🌹 તમારી આત્મા ને શાંતિ મળે.
🙏 🌹

અમે તમારા મુશ્કેલ સમયમાં તમારા માટે પ્રાર્થના કરીએ છીએ
🙏 🌹 ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
🙏 🌹

shradhanjali in gujarati
shradhanjali in gujarati

કૃપા કરીને તમારા નુકશાન માટે અમારી દિલથી સહાનુભૂતિ સ્વીકારો.
આ મુશ્કેલ સમયમાં અમારી સહાનુભૂતિ તમારી અને તમારા પરિવારની સાથે છે.

જીવન શાશ્વત છે, અને પ્રેમ અમર છે
મૃત્યુ તો એક હકીકત છે,
જે આપણી દ્રષ્ટિની એક માત્ર મર્યાદા છે.
🙏 🌹 ભગવાન તેમના આત્માને શાંતિ આપે. 🙏 🌹

જ્યારે આપણે આપણા જીવનમાં આવા ખાસ વ્યક્તિને ગુમાવીએ છીએ,
સમય થંભી ગયો હોય તેવું લાગે છે,
તે મહત્વનું છે કે આપણે ચહેરા પર સ્મિત સાથે શરૂઆત કરીએ,
જેથી આપણે તેમના આત્માને ખુશ કરી શકીએ,
જે આપણે સરળતા થી કરી શકતા નથી.

અમે તમારા અને તમારા પરિવાર માટે પ્રાર્થના કરીશું.
ભગવાન જે કરે છે તેની પાછળ કંઈક છુપાયેલું હોય છે,
કદાચ આ વખતે તેણે તમારી માતા માટે નિર્ણય કર્યો,
જેથી તે શાંતિ થી આરામ કરી શકે,
🙏 ભગવાન તમારી માતાની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું.
🙏

દુઃખ ગમે તેટલું મોટું હોય, ધીરજ અને સંયમ રાખો, સમય તમને હારવા દેશે નહીં.
🙏 ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
🙏

pratham varshik shradhanjali in gujarati
pratham varshik shradhanjali in gujarati

જનારા ક્યારેય પાછા આવતા નથી
બસ તેમની યાદ આવતી રહે છે.
🙏 ભગવાન તેમના આત્માને શાંતિ આપે.
🙏

માર્ગ બદલાઈ ગયો છે, જે તે રીતે અલગ થઈ ગયો કે
એક માણસે આખું શહેર છોડી દીધું.

જીવન ટૂંકું હતું પણ ઘણી મમતા છોડી ગયા,
જ્યારે યાદ આવશે ત્યારે ખૂણામાં એકલા રોઈલાઈશ.
આવી કલ્પના કયારેય ન કરી હતી.
આશ્ચર્યજનક વિદાય અમારા હૃદયને સ્પર્શી ગઈ.

pratham varshik punyatithi shradhanjali- પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ
pratham varshik punyatithi shradhanjali- પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ શ્રદ્ધાંજલિ

સમય જિંદગી નો થોડો જ વધ્યો છે, ક્યાં ખબર હતી.
વિદાય આપણી એટલી જલ્દી થશે, ક્યાં ખબર હતી.
બધી જગ્યાએ સ્મિત ફેલાવી, તમારી યાદો દિલ માં વસાવી ગયા.
હજી પણ તમારી જરૂર હતી, અને એકલ છોડી જતા રહ્યા.
🙏 ભગવાન તમારી દિવ્ય આત્માને શાંતિ આપે બસ એકજ પ્રાર્થના.
🙏

હું જે અનુભવું છું તે શબ્દો વર્ણવી શકતા નથી,
મારી પ્રાર્થનાઓ તમારી અને તમારા પરિવારની સાથે છે.
🙏 ભગવાન તમારા પવિત્ર આત્માને શાંતિ આપે
🙏

તમારા અચાનક અવસાનથી અમે ખરેખર દુઃખી છીએ.
ભગવાન તમારા વતી અમારી પ્રાર્થના સ્વીકારે.
🙏 તમારા દિવ્ય આત્માને શાંતિ મળે.
🙏

જે પરિવારનું મંદિર હતું
પ્રેમ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેની ફરજ હતી
પરમાર્થ જેની ભક્તિ હતી.
🙏 ભગવાન તમારા આત્માને આ રીતે શાંતિ આપે…!
🙏

તમે અમારાથી દૂર ગયા પરંતુ તમે હંમેશા અમારા હૃદયમાં રહેશો,
🙏 ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે.
🙏

તમારા પાર જે અણધારી આફત આવી છે, આ સમય પસાર કરવો ખુબ મુશ્કેલ છે.
આશા રાખું છું, અમારી પ્રાર્થનાઓ આ મુશ્કેલ સમયમાં તમને મદદ કરશે.

jivan evu jivi gaya- જીવન એવું જીવી ગયા
jivan evu jivi gaya- જીવન એવું જીવી ગયા

નમ્રતા તેની સુગંધ હતી, આનંદ તેનું જીવન હતું,
સારું કામ તેની સુંદરતા હતી અને દાન તેની ફરજ હતી,
જે ધર્મને ક્યારેય ભૂલ્યા નહીં, તેવી દિવ્ય આત્મા ને
ભગવાન શાંતિ આપે એજ પ્રાર્થના.
🙏
🙏 હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ 🙏 🙏

તમારું જીવન એક પ્રેરણા રૂપી હતું,
તમારા આદર્શ અમારા માટે માર્ગદર્શન હતા.
અમે તમારા સુંદર જીવન અને સ્વભાવ ને ક્યારેય નહિ ભૂલી શકીયે.
🙏
🙏 તેવી આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏 🙏

વ્યક્તિ ને ગુમાવવાનું દુઃખ જે તમને છે,
તે કદાચ જ કોઈ મેહસૂસ કરી શકે.
આવા આકરા સમય વિતાવવા માં ભગવાન તમારી મદદ કરશે.
🙏
🙏 તેમની દિવ્ય આત્મા ને શાંતિ મળે. 🙏 🙏

આજ એક વધુ દીપ અસ્ત થઇ ગયો,
કોણ જાણે કુદરત ના ખજાને આ ખોટ કેમ પડી.
🙏
🙏 🙏 ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ. 🙏 🙏 🙏

How to Copy and Save Shradhanjali Message in Gujarati, Text or Save Image ( શ્રદ્ધાંજલિ મેસેજ અને ક્વોટસ ટેક્સ્ટને કોપી અને સેવ કેવી રીતે કરવું અથવા ફોટા કઈ રીતે સાચવશો)

આ બધા શ્રદ્ધાંજલિ મેસેજ copy કરવા ખુબ આસાન છે. અહીં દાર્શવેલ કોઈ પણ ટેક્સ્ટ કોપી કરવા, તમારે તમારા એન્ડ્રોઇડ સ્માર્ટફોન ની સ્ક્રીન પર થોડી વાર માટે Tap (ટેપ) કરવાનું રહેશે. હવે તમારી સામે copy/paste કરવાનું નું એક નાનું મેનુ ખુલશે અને સાથે સાથે તમારે જે વિભાગ નું ટેક્સ્ટ copy કરવું હોય તેનો સિલેક્ટ કરવાનો ઓપ્શન પણ દેખાશે. જોઈતા text ને સિલેક્ટ કરી ત્યાંથી તમે copy પર ક્લિક કરી અને કોઈ પણ લાઈન ને કોઈ પણ જગ્યાએ paste કરી શકો છો.

હવે જયારે તમારે કમ્પ્યુટર કે લેપટોપ માં આ ટેક્સ્ટ કોપી કરવું હોય તો માઉસ થી જોઈતું text (ટેક્સ્ટ) સિલેક્ટ કરો અને રાઈટ ક્લિક કરી તેને આસાની થી કોપી કરો. તમારે કોઈ પણ જગ્યા એ કોપી કરેલું ટેક્સ્ટ પેસ્ટ કરવું હોય ત્યાં રાઈટ ક્લિક કરી અને તેને પેસ્ટ (Paste) કરી શકો છો

કોઈ પણ image (ફોટા) ને સેવ કરવા તમારે તમારી મોબાઈલ ની સ્ક્રીન પર થોડી વાર માટે Tap કરો. હવે તમને એક સબ મેનુ દેખાશે જેમાં Save Image નો એક ઓપ્શન પણ હશે. તેના પર ક્લિક કરી અને એ ફોટો તમારી ગેલેરી માં આસાની થી save કરી શકો છો.

FAQ

કોઈ પણ વ્યક્તિ ને શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી?

તમે તમારા વતી થોડા શબ્દો કહી શકો છો.
મને પણ આ સાંભળીને ખૂબ દુઃખ થયું, ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અને તેમના પરિવાર ને આ મુશ્કેલ સમયમાંથી પસાર થવાની હિંમત આપે.
ભગવાન તેમની આત્માને શાંતિ આપે.

પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ કેવી રીતે આપવી?

હાલ તે માણસ તો આપણી સાથે નથી, પણ તેની યાદો હંમેશા તમારી સાથે સચવાયેલી હોય છે. આ સમયે તે વ્યક્તિ ને શ્રદ્ધાંજલિ આપવા તમે તમારા મન ની વાત તેમના સગાસંબંધી અથવા સૌશ્યિલ મીડિયા પર વ્યક્ત કરી શકો છો.

Summary

આશા રાખું છું, તમને “100+ Best શ્રદ્ધાંજલિ મેસેજ અને ક્વોટસ (Shradhanjali Message in Gujarati)” આર્ટિકલ ગમ્યો હશે. આવી જ અવનવી માહિતી પ્રાપ્ત કરવા અમારા બ્લોગ Storiesweb.in ની જરૂર મુલાકાત લેતા રહો. તમે આ બધા મેસેજ અને ક્વોટસ ને આસાની થી copy કરી શકો છો અને તમારા કોઈ પણ સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ના પ્રોફાઈલ માં paste કરી શકો છો. તમને આર્ટિકલ વિષે કોઈ પ્રશ્ન હોય તો comment કરી અમને જણાવી શકો છો, અમે તમારા પ્રશ્ન નો જલ્દી થી ઉત્તર દેવા પ્રયત્ન કરશું.

Leave a Comment